સંપૂર્ણ મફત. ઇન-ઍપ ખરીદી નહીં, સબ્સ્ક્રિપ્શન નહીં, જાહેરાતો નહીં. ઇન્ટરનેટ વગર ચાલે છે.
મદદ અને વાપરવાની રીત
યાદ રાખવા માટે: “જગ્યા યાદ રાખો” દબાવો, માઇક્રોફોન એક વાર દબાવો અને બોલો “મેં પાસપોર્ટ બેડરૂમના કબાટના સૌથી ઉપરના ખાનામાં મૂક્યો છે”, બોલી લીધા પછી ફરી એક વાર દબાવો. ઍપ જે સમજી તે એક વાર જોઈ લો, બરાબર હોય તો “સેવ કરો” દબાવો.
શોધવા માટે: “વસ્તુ શોધો” દબાવો અને પૂછો “મારો પાસપોર્ટ ક્યાં મૂક્યો છે?” ઍપ ફક્ત એ જ જગ્યા કહે છે જે તમે પહેલાં સેવ કરી હોય. નોંધ ન હોય તો સીધું કહી દે છે કે મળ્યું નથી.
વસ્તુની જગ્યા બદલાઈ? નવી જગ્યા ફરી એક વાર બોલો, અથવા વસ્તુની વિગતમાં “જગ્યા બદલો” દબાવો. પહેલાંની જગ્યાઓ “જગ્યાનો ઇતિહાસ”માં રહે છે.
આમ પણ પૂછી શકો છો: “રસોડામાં શું શું છે?” અથવા “ગયા મહિને મેં શું શું મૂક્યું હતું?”
બોલવું ન ફાવે તો દરેક પગલે ટાઇપ પણ કરી શકો છો.
કોઈ વસ્તુ કાઢી લીધી હોય અને પાછી મૂકવાની ન હોય, તો તેની વિગતમાં “કાઢી લીધી એમ નોંધો” દબાવો. કંઈ ખોટું લખાયું હોય તો “નોંધ બદલો” દબાવો. નોંધ ડિલીટ પણ કરી શકો છો, અને ડિલીટ કર્યા પછી તરત તેને પાછી લાવી શકો છો.